અનુભવ

 



કાલે સવારે અંકલેશ્વર થી આવતો હતો સવારે ખૂબ જ ધુમ્મસ હતું અને ભરુચ પાસે મારી નજર અચાનક રોડ ના કિનારે પડી એક પરિવાર જ કહી શકાય 3-4 લોકો હતા જેમને જોતાં જ હું પાછો બદલાઈ ગયો

ખબર નઇ મને જ શું થઈ જાય છે એ સમજાતું જ નથી 

 ભાઈ કહે કે શું થયું?  મે કીધું કઈ નઇ 

પણ એ વાત મગજ માથી જતી જ નથી કારણ એ જે જોયું હતું એ ખબર નઇ મન માં લાગી આવતું હોય એવું હતું,

એ દિવસે ખૂબ જ ઠંડી હતી ને ધુમ્મસ પણ એટલું કે બસ ધીમે ધીમે જ જતી હતી તો એ મગજ માં જ રહી ગયું હતું 3-4 લોકો માં બધા જ લોકો ને ઓઢવા માટે કોઈ ગરમ કપડાં કે સ્વેટર જેવુ કઈ જ ન હતું અને એ લોકો એ પોતાની ફરતે પેપર પકડી ને બેસ્યા હતા, અને ધ્રૂજતા હતા જે નજરે જોઈ પણ ન શકાય એવું દ્રશ્ય હતું,

સાહેબ આપણે રોજ બદલી બદલીને સ્વેટર પહેરી છીએ જ્યારે એમની પાસે એક દિવસ પહેરવા તો શું ઓઢવા માટે એક બ્લેંકેટ પણ નથી હોતું,

વાત બસ એજ વાત કે મળ્યું છે એની કદર કરીએ અને જરૂર પૂરતું જ વાપરીને આવા લોકો ને એક હુંફ આપી શકીએ, સાથે કદાચ કોઈના આશીર્વાદ મળી જાય,

ખબર છે ? પોતાની બચત ને કોઈના માટે વાપરતા કેટલી ખુશી થાય છે?

ક્યારેક અનુભવી જોજો ખૂબ જ મજા આવશે,

પોતાની માટે તો બધા જ જીવે છે

ક્યારેક બીજા માટે પણ જીવવું જોઈએ.

જય જિનેન્દ્ર