હું નિઃ શબ્દ




 વાત છે ગઈકાલે સાંજે આશરે 7 વાગ્યા આસપાસ ની જગ્યા હતી શિવરંજની ચાર રસ્તા પાસે સિગ્નલ બંદ હતું તો હું બરાબર ડિવાઈડર પાસે જ ઉભો હતો.

એ ભીડ માં કંટાળેલો હતો એટલે સિગ્નલ ખુલે એજ રાહ જોતો હતો પણ અચાનક ધ્યાન ગયું ડિવાઈડર ના 4×5 ના ચો.ફૂટ ની જગ્યા માં જિંદગી ધબકતી જોઈ.

એક પરિવાર યાદ નથી પણ આશરે 5-6 વ્યક્તિ હતા એ નાનું એવું તાપણું કરી વાતો કરી રહ્યા હતા..

મેં ઈશારો કરી પાસે આવવા કહ્યું, ને નજીક આવતા જ પોકેટ માંથી 10 રૂપિયા આપવા જતો ત્યાં જ કહ્યું "ના સાહેબ નથી જોઈતા પૈસા"
ને કહ્યું કેમ?

તો જવાબ મળ્યો આજ જરૂર હતી એટલું જમી લીધું
હવે શું કરું.

કાલ માટે આજ થી ભેગું નથી કરવું મારે..

અને સિગ્નલ ખુલતા જ હું નીકળી ગયો,

હજુ એ વાત મન મા જ હતી ને ફરી પાછું એવું જ કંઈક બન્યું.

રાત્રે આશરે 9:45 એ હું હોસ્પિટલ ના પાર્કિંગ માં હતો ,આખું પાર્કિંગ ખાલી જ હતું અને

 જેવો હું પાર્કિંગ માં આવ્યો કે એક ભાઈ અચાનક આવ્યા.

કહે સાહેબ "પેલી ગાડી તમારી હોય તો લઈ લો ને જલ્દી "
એટલે મેં કહ્યું કેમ શુ થયું?

તો તરત જ એ ભાઈ બોલ્યા"સાહેબ તમારી ગાડી પાર્ક છે ત્યાં અમારી રોજ ની ઊંઘવાની જગ્યા છે, છોકરા ને ખૂબ જ ઊંઘ આવે છે અને તમે ગાડી લઈ લેશો 

તો અમે પથારી કરી સુઈ જઈએ એટલે " 

મારી પાસે કઈ જ શબ્દો ન હતા પણ મેં કહ્યું વાંધો નઇ હું લઈ લઉં છું..
પછી ગાડી હટાવીને ઉભો રહ્યો જોયું એ મસ્ત પથારી કરી સુઈ ગયા..

બસ હું નિઃ શબ્દ બની જોઈ જ રહ્યો..

Hardik Gandhi.