સમાજ- એક વિચારધારા





વર્ષો થી કહી રહ્યો છું અમુક ખોટા ખર્ચા બંદ થવા જોઈએ.. અને ઘણી જગ્યાએ કરાવ્યા પણ છે..

આજે સવારે આસરે 10 વાગ્યે ચાલુ કોલ માં હજુ બહાર જ નીકળતો ને દરવાજા પાસે એક આશરે 55 થી 60 વર્ષ ના કાકા ઉભા રડતા હતા.

આ જોતા જ મેં કોલ કટ કરી પૂછ્યું કેમ શુ થયું 

કેમ રડો છો?

તો એ બોલ્યા દીકરી ના લગ્ન છે 

મારી પાસે પૈસા નથી ખાલી 1 અગરબત્તી લઈ લો.

2 min તો કઈ બોલાયું જ નહીં પણ 

આખરે પૂછ્યું કે 

બધી અગરબત્તી નો શુ ભાવ છે ?

તો એમણે મને કહ્યું અને એ પૈસા આપી લીધા અને કહ્યું હવે આ મારા તરફ થી અગરબત્તી વેચી લેજો.

જે મળે એ રાખી લેજો.

ખુશી તો છવાઈ ગઈ એમના ચહેરા પર પણ

મારા ચહેરા પર જે ભાવ આવી ગયો એ હજુ નથી જતો..

કે

ખોટા ખર્ચા કરતા ઓછા ખર્ચે પ્રસંગ કરી શકાય ને..

અને સમાજ ની બુમો પાડતા મહાનુભાવો ક્યાં જાય જ્યારે એમનો જ માણસ આમ ખુશી નો પ્રસંગ રડતા રડતા કાઢે ત્યારે ....


સમાજ એટલે હું તમે બધા મળીને જ બનતો હોય છે માટે જ્યાં સુધી આપણે આગળ વધી ને ખોટી બાબતોમાં વિરોધ નઇ કરીએ ત્યાં સુધી કોઈ બદલાવ શક્ય નથી..

Hardik Gandhi