"અનેક સંઘર્ષ કરીને કે ગરીબાઈનું બહાનું ન કાઢીને, સખ્ત પરિશ્રમ કરીને અભ્યાસ કરીને, સર્વિસમાં ઉચ્ચ સ્થાને કે પોતાના ધંધામાં આપણે જ્યારે ખુબ પ્રગતિદાયક સ્થિતિમાં હોઈએ છીએ.તેથી સ્વાભાવિક છે કે સમયનું ચક્ર પણ બદલાયું હોય છે.પ્રમાણમાં સુખી પણ હોઈએ છીએ.. ગામડામાંથી શહેરમાં અનુકુળતા માટે નિવાસ કરતાં હોઈએ ત્યારે વતનની યાદો પણ યાદ કરી લઇએ.એે ય જુના પુરાણા ધરો, સાયકલ સવારી, ભાઈબંધોની વાતોની જમાવટ,તહેવારોનો આનંદ અને ફરવાની મજા સ્મૃતિપટ પર લાવીએે.પોતાના વતનને યાદ કરીને પોતાની આર્થિક સ્થિતિના સંદર્ભમાં એવું કંઈક કરીએ કે જેથી વતનનું કે જન્મભુમિનું ૠણ ચુકવી શકાય.ગામડાની સુખસવલતોનો પણ વિચાર કરીએ.વતનમાં વસતાં લોકોની સુખાકારી માટે પણ કંઈક પ્રોજેકટ વિચારી શકાય. આ તો એક પ્રેરણાદાયી વિચાર રજુ કર્યો છે.સૌ પોતાના વતનની સુખાકારી માટે વિશેષ શું થઇ શકે તેમ છે. તે વ્યક્તિગત રીતે વિચારી શકે છે.જો કે અનેક લોકો વર્ષોથી વતનની સેવા કરતાં જ હોય છે.