હું છું ખુદ ને જ શોધતી અનામિકા
મારા વિરહ ની વેદના.......
ક્યાં થી લાવું હું શબ્દો એ જે મન
મૂકીને વર્ષે .....
મનની આ વેદના છે.........ક્યાં જઇ કહું??
મન મૂકીને રડવું છે.......ક્યાં જઈને રડું ??
સૌ વ્યસ્ત છે આ દુનિયા માં...
હું ખુદ થી જ અંજાન છું !
શુ કહું છું, ને શુ સમજાય છે....
આ શબ્દોની ભેદ રેખા ક્યાં કોઈથી તોડાય
છે !
આજ મારા મનનો ઘડો છલકાય છે ...
અશ્રુ બની ને એ હર પળ રેલાય છે !
હું આજ હુંજ નથી...
મારા સ્વપન ની માયા જાળ છું !
દુનિયા એ બાંધી છે આ બંધન માં....
પણ હું ઉડતા પવન ની ધાર છું !
મારા અંતર માં હું શોધું છું તુજને..
તું ક્યારે મળશે મને આ આ બંધનો તોડીને
!
માત્ર શબ્દો ને ના શોધ તું મારા....
તુજને
અશ્રુ બનીને મુજમાં વહેવા દે !
નથી સમજાતું મને આ દુનિયા નું વલણ...
જે મને જન્મ થતા ની સાથે જ બોજા રૂપ
ગણૅ છે...
મોટા થતાંજ એ મને પારકી થાપણ કહે છે...
સમજણ આવતાજ એ મારુ કન્યા દાન કરે છે...
અને એટલે જ એ સ્ત્રી માંથી મને જાતેજ
વસ્તુ માં ગણૅ છે.....
શુ હું દાન ની વસ્તુ છું ?...
જયારે હું એક સ્ત્રી મટી દાન ની વસ્તુ
બનું છું ....
ત્યાર થી જ હું એક રમત નું સાધન બનું
છું..
આજે હું આ મારા શબ્દો માં મારી આસપાસ
માં
થતી સ્ત્રીઓના અનુભવ લઇ ને આવી છું...
જે ને હું મારા શબ્દ ઘ્વારા એ અનુભવોની
એમની વ્યથા વર્ણવું છું...
આનો નીવડો શુ લાવવો એ મને સમજાતું
નથી..
મારા દેશ... મારી સંસ્કૃતિ .. મારા સંસ્કાર... મારા વિચારો...
મારા માન અને
અપમાન ની આ વેદના...
Mrs. Ekta Jani