"પ્રત્યેક પરિવારોમાં અવારનવાર પ્રેરણાદાયી વ્યકિતઓના સેવાકીય કાર્યો અને જીવનવૃત્તાંતની ધ્યાનપુર્વક વાતોચીતો થવી જોઈએ,જો કે વાતોચીતો થતી પણ હોય છે જ. આનાથી નાના બાળકો અને યુવાવર્ગને પણ સત્કર્મો કરવાની મનોમન પ્રેરણા થાય છે. અને તેનો અમલ કરવાના પ્રયત્નો પણ થાય છે. કોઈના ય જીવનના "સત્કાર્યોને વધારેમાં વધારે સન્માન" મલે તે માટે પ્રયત્નો કરવાથી અન્ય લોકોને ય સેવાકીય કાર્યો કરવાની પ્રેરણા મળતી જ રહેશે.જીવનને નવી દિશા પણ મળી રહે છે.પરિવારોમાં આનંદમય વાતાવરણ પણ બની રહે છે.પરિવારમાં સત્કાર્યોની વાતોચીતોથી પરિવારના સભ્યોના એકબીજાના મન પણ તાદાત્મ્યતા અનુભવે છે અને સૌને આનંદ તથા શાંતિનો અનુભવ થાય છે.
(નરેન્દ્ર મોઢ)*