ધોમ ધખતા તડકો પણ સારો લાગે એવો ઉઠતો મનમાં દાવાનળ....
કૈંક કહેવા મથતા શબ્દોને મનમાજ અકળાવી નાખતી ભાવનાઓ...
અને એ પણ ઓછું હોય એમ આંખમાંથી વહેવા
ઈચ્છતા આંશુઓને આંખમાં જ રોકાતી મર્યાદાઓ...
બધુજ હોવા છતાં પણ કંઈ પણ ના હોય એવું હદય નું ખાલીપન...
તેમ છતાંય જીવન સુંદર લાગે જીવવા લાયક લાગે અને સુગંદિત પુષ્પ થી પણ વધારે સજજ લાગે....
એવું સુંદર મજાનું આ જીવન ...મને સૌ થી વધારે વહાલું લાગે...
કેમ કે બસ તું મારી સાથે છે...
એ એકજ અહેસાસ સૌથી વધારે સારો લાગે...
Mrs.Ekta Jani