અંજની - મારુ આ અસ્તિત્વ ભાગ ૧





હું એક ગોવરમેન્ટ ઓફિસર ની એક ની એક લાડકવાયી દીકરી ...
મારુ નામ અંજની....
ખુબ લાડકી હું મારા માં બાપ ની..
અને વહાલો મારો લાડકવાયો ભાઈ..મારો નાનો ભાઈ !
ખુબ નાનકડું પરિવાર... અમે બે અમારા બે...
ક્લાસ વન ગોવરમેન્ટ ઓફીસર છે મારા પપ્પા...
કઈ વસ્તુ ની કમી નથી... ઘર ગાડી આરામ સુખ સાહિબી થી ભર્યો મારો આ હસતો રમતો સંસાર..
ફૂલ ની કડીની જેમ હું ખીલતી ગઈ... હું ભણવામાં ખુબ હોશિયાર.. ૧૦ માં ધોરણ માં ૯૫% પાસ થઇ અને ઘર માં ખુસીયોન નો માહોલ છવાઈ ગયો... 
મેડિકલ માં મુકવાની આશા એ મારા પપ્પા એ મને સાયન્સ માં ભણાવી ... 
હું ૧૨ સાયન્સ માં પણ મારા માં બાપ ને ગર્વ અપાવી મેડિકલ માં પ્રવેશી... મન મૂકી ને પ્રેમ અને પૈસો વેર્યો મારા પપ્પા એ મારી પાછળ... કોઈ વસ્તુ ની કમી નહિ... જાણે આ સ્વર્ગ ની અનુભૂતિ મારા માં બાપ ના ચરણો ના આશીર્વાદ સમી હું... આગળ વધતી ગઈ .. દોડતી ગઈ ને ઊંચી છલંગો ભરતા મેડિકલ નો અભ્યાસ પૂર્ણ કરી.. ગોવેર્નમેન્ટ સિવિલ હોસ્પિટલ માં હું ડૉક્ટર નો પદ્વવી પર આવી...

હવે હું પગભર છું ... પરણવા ને લાયક છું... શરૂ થયો સમાજ નો પ્રર્શ્નો નો મારો મારા ઉપર... બેટા કેટલા વરસ ની થઇ ? હવે તો પગભર પણ થઇ.. ક્યાં સુધી અહીંયા માં બાપ ના ઘરે રહેવાનું છે ? દીકરી તો સાસરે જ શોભે ... દીકરી ને ગાય દોરે ત્યાં જાય.... શુ મારા માં અને ગાય માં કોઈ ફર્ક નથી ? મને લોકો એ દાન ની વસ્તુ બનાવી.. હા.......  આપણા ગ્રંથોમાં કહ્યું છે.... પુરાણો માં કહ્યું છે કે ગાય નું દાન એ સૌથી ઉચ્ચ દાન છે અને હું પણ આજે ગાય ની જેમ જ એક દાન ની સામગ્રી બની ગઈ !

હું મોટી થઇ હુ હવે દાન ને પાત્ર થઇ ... બરાબર ને ? એજ છે ને મારો આ સમાજ ... એજ તો છે મારી સચ્ચાઈ ... હું સ્ત્રી એટલે દાન ની સામગ્રી... મારા માં બાપે મને ભણાવી ગણાવી હવે મારે જઈ ને એક બીજા કુળ ને તારવા નું છે ભણવાની પરીક્ષા તો આપ દીઘી .. મેં ટોપ પણ કર્યું એમાં પણ મારી સાચી પરીક્ષા ની શરૂઆત તો હવે થશે ... મારા માં બાપ મારા સાચા માં બાપ નથી.  એ... છે... જ્યાં હુ પરણી ને જૈસ મારે એમને પોતાના કરવાના છે ..એમની સેવા કરવાની છે અને એમના પડતા બોલ ઝીલવા ના છે... ત્યાગ અને બલિદાન ની વાતો શરૂ થઇ અને મને એ શિખવાડવામાં આવી..

હુ અંજની આજે ૨૬ વરસ ની થઇ અને મારા લગ્ન લેવાયા.. ઉમળકાના વહેણો વહે છે... મારા અંગે અંગ માં આજે નવો રંગ પુરાયો છે નવા સપના નો.... નવા અરમાનો નો મારા પતિ મારા પ્રાણ સાથે ના મારા સુખી સંસાર નો.. એમજ ઓતપ્રોત થઇ મારે મોર બની નાચવું છે આજે ... આજે મારુ સગપણ થયું... હુ એક દીકરી માંથી કોઈ ના ઘરે ની આબરૂ બનીશ... હુ આજ સુધી મારા માં બાપ ની જવાબદારી હતી .. હવે મારા પર કોઈના ઘરે ની જવાબદારી છે..

મારા પપ્પા એ ઘરે ખુબ સરસ શોધયુ છે મારા માટે ... મારા પતિ નું નામ પ્રવેશ...
ખુબ પ્રેમાળ છે એ ... સાસુ સસરા એટલે કે મારા માં બાપ જાણે સાક્ષાત ભગવાન નો અવતાર.. એમ લાગે કે આ મારુ બીજું સ્વર્ગ.. હુ ખુશ છું... એક પતંગિયા ની જેમ આકાશ માં ઊંડું છું... હુ લગ્ન કરી મારા પોતાના ઘરે આવી..... સાથે સાથે મારા પપ્પા  એ આપેલા અઢળક ઉપહારો છે મારી સાથે ... સૌ ખુશ છે ... મારી વહુ તો સાચે જ લક્ષ્મી... ગાડી પણ આપી છે મારા પપ્પા એ અને એન એક પ્લોટ પણ લઇ દીધો છે... સોના થી મઢી દીધી છે મારા પપ્પા એ મને.... પિયર તો મારુ પારકું ઘરે થયું હવે ... હુ મારા પોતાના ઘરે આવી... કે પછી મારા પતિના ઘરે ? કે પછી મારા સાસરે ? ક્યાં આવી છુ હુ પરણીને ?

લગ્ન પછી અમે ફરવા યુરોપ ફરવા ગયા..  આહ !  શુ અનુભવ છે આ.... અદભુત.... કલ્પના થી પણ પરે આ મારા જીવન ની સૌ થી સુંદર અનુભવ.... જે મેં મારા પતિ સાથે મેડવ્યો...મારા સપનાઓ ની દુનિયા .... હવે ? હવે શુ ? અમે ઘરે પાછા આવ્યા .. ઘરે એટલે કે મારા સાસરે ... મારી જોબ ફરી થી શરૂ થઇ.. મારા પતિ ને પણ પ્રોમોશન આવ્યું સૌ ખુશ છે કે મારા પગલાં સારા છે ....મારા પગલાં... સાચે જ ???

અને દિવસો વીતે છે ... હુ સવાર માં વહેલા ઉઠી સૌનો ચા નાસ્તો બનાવી  જમવાનું બનાવી હોસ્પિટલ જાવ છું ... ઘરે પછી આવી જમવાનું બનાવી હુ સુઈ જાવ છું.. આ મારી દિનચર્યા થઇ ગઈ છે.. આજે મને તાવ આવ્યો મારી મજબૂરી માં પણ મારે હોસ્પિટલ જવું પડશે આજે.. અને મેં મારા દેવ તુલ્ય પતિદેવ ને કહ્યું કે આજે મને ઠીક નથી હુ જમવા નું બનાવ્યા વગર હોસ્પિટલ જવા નીકળું છું અર્જન્ટ કામ પતાવી ને આવી જઇસ .. અને હુ ચાલી ગઈ...

સાંજ ના ચાર વાગ્યા છે હુ ઘરે પછી આવી...

ઘરે માં વાતાવરણ બદલાયેલૂ છે ... બધાની નજર મને એમ જોઈ રહી છે કે જાણે હુ ખુબ મોટી ગુનેગાર છું... કેમ
મેં સવારે જમવાનું નહતું બનાવ્યું... અને શરૂ થયું સવાલો નો મારો.... કેમ હવે તું બહું મોટી મહારાણી થઇ ગઈ છે ? જમવાનું પણ મારે બનાવ નું ? તાવ આવતો હતો તો હોસ્પિટલ જવાની શુ જરૂરત હતી? હુ હબકી ગઈ ... આવું વર્તન????? ... આની મને કલ્પના પણ નહતી..... હુ એક કુલક્ષણી વહુ બની ગઈ ... કેમ ? કારણ  કે મેં મારા મમ્મીજી ને સામે જવાબ આપવા કરતા રૂમ માં જઇ ને સુવાનું પસંદ કર્યું... હુ કઈ પણ બોલ્યા વગર રૂમ માં જઈ ને સુઈ ગઈ.. સાંજે ઉઠી જમવાનું બનાવી જમ્યાં વગર જ સુઈ ગઈ... અને બધા ને લાગ્યું મને બhu અભિમાંન છે..  મારા પતિ રાત્રે મોડા આવ્યા જમી અને સુઈ ગયા મેં દવા જાતે જ લઇ લીધી હતી ... હુ એક એડયુકેટેડ સ્ત્રી છું... પણ મને મારા સંસ્કારો નડે છે ... મારા માં બાપ ની ઈજ્જત વહાલી છે મને ... જે મારા વર્તન સાથે સંકળાયેલી છે...સવાર પડી એજ રૂટિન શરૂ... આમને આમ દિવસો ચાલવા લાગ્યા હુ રાત્રે ખુબજ થાકી જતી અને કામ પતાવી સુઈ જતી.. અને ચાલુ થયો ટોણા મારવાનો દોર... પ્રવેશ એક રાત્રે મને કહે અંજની તું મારા મમી પાપા નું બિલકુલ ધ્યાન નથી રાખતી ...એમની સાથે બેસી વાતો નથી કરતી હસીને બોલાવતી નથી...એન મેં જવાબ આપ્યો ... પ્રવેશ હુ થાકી જાઉં છું હોસ્પિટલ માં પણ ખુબ કામ હોય છે.. અને સવારે પણ જમવાનું બનાવવા માં બધું તો એમને પૂછું છું જમવાનું પણ એમને પૂછીનેજ બનવું છું ...જેટલો સમય હોય એ રીતે વાત તો  કરું જ છું ને....સંભાળ ને પ્રવેશ આપડે જમવાનું બનાવવા વળી બાઈ રાખી લઇ એ હુ ખરેખર ખુબ થાકી જાવ છું સવારે હુ બનાવી ને જઇsh માત્ર રાત માટે ?

અને પછી ઘર માં ધમાષણશરૂ થયું... હુ કામ ના લોડ થી ખૂબ જ થાકી જતી હતી અને ઘરે ના વાતાવરણ અને ટેન્શન ના લીધે મારી તબિયત પણ પણ અસર થઇ જે મારા શરીર પર દેખાવા લાગી ...હુ ખુબજ ડુબડી થઇ ગઈ... બધા પૂછવા લાગ્યા કે બધું બરાબર તો છે ને.. અને હુ હસીને ટાળી દેતી !

પ્રવેશ જેને હુ પરણીને આવી હતી જેને મને વચન આપ્યું હતું મારો સાથ આપવાનો.. એ પણ મારો હર એક મિનિટે વાંક શોધવા લાગ્યા કેમ ? કારણ કે હુ એમના માતા પિતા માટે એક આદર્શ વહુ ના બની સકી........બધા ને મારા માં વાંક દેખાવા લાગ્યો... મને કહેવા માં આવ્યું તું જોબ કરે છે ઘરમાં જેટલું કામ બંધાવ્યું છે એનો ખર્ચો તારે આપવાનો.... નાનકડી વાત છે આ ... સવાલ ? સવાલ ક્યાં છે આમ કોઈ ? આતો નોર્મલ છે...ના આ સવાલ નાનો નથી સવાલ વિચારો નો છે ... સવાલ છે આ સંકુચિત માનસિકતા નો ... હુ મન મા અને મન માં સમસમી રહી હતી .... રડી લેતી હુ ઓસીકા માં મોઢું નાખી ને... હૂતો સ્ત્રી છું ને બીજું કરી પણ શુ શકું ??? પણ મારા મગજ પાર આ બધી નાની નાની વાતો એ ગહેરી અસર કરી અને મારી તબિયત બગડતી ગઈ... આજે મારા લગ્ન ને છ મહિના પુરા થયા અને મારા મમ્મી એ મને કહ્યું તું થોડા દિવસ અહીંયા રહેવા આવ.. અને મને એ મારા પિયર લઇ ગઈ... હુ મારા માં બાપ ના ઘરે આવી.. એજ ઘરે જ્યાં થી મારી વિદાય થઇ હતી... એ જ ઘર જ્યાં મારુ બાળપણ વીત્યું હતું...મન પ્રસ્સન થઇ ગયું.. ખુશી મારા ચહેરા પાર છલકી ઉઠી.. થોડા દિવસ મારા ઘરે થી મેં જોબ કરી.. અને ફરી મારા સાસરે જવા નો સમય આવ્યો...અને મારા સાસરી માંથી મારા નણંદ બા નો ફોન આવ્યો ... ભાભી ખાલી હાથે ના આવતા ભાઈ માટે સોના ની લકી કરાવજો ભાઈ ને કટ્લો શોખ છે લકીનો ... અને હુ સમસમી ગઈ મનમાં ... શુ ? હુ ખરેખર એક કઈ કાબિલ નથી મારે પાછા મારા પતિ ના ઘરે જવા માટે ની કિંમત આપવી પડશે ? અંતર આત્મા રડી ઉઠી મારી.... આ વાત મેં મારા પપ્પા ને કહી અને  પપ્પા ગુસ્સે થઇ ગયા... હુ મારી દીકરી ને પ્રેમ થી બધુજ આપીશ... દીકરી છે એ મારી... હૃદય નો ટુકડો છે... પણ આ રીતે માંગણી ? શુ આ કોઈ સઁસ્કારી પરિવાર માં પરણાવી છે મેં મારી દીકરી ને ?   પ્રસન્ન થયો પપ્પા ના મનમાં ... અને મને સોગંદ દઈને પૂછ્યું બેટા તું ખુશ તો છે ને આ ઘર્ માં ? હુ શુ કહું ? શુ હુ ખરેખર ખુશ હતી ? વાત ખુબજ નાની છે આ આપડા સમાજ માટે .. વહુ છે ... કામ તો કારવુજ પડેને.. ગમે તેટલી ભણેલી હોય શુ થઇ ગયું ? આ વિચારસરણી આપડા સમાજ ની.. જો ઘર નું કામ કરે તો એ સંસ્કારી અને ક્યારે ક જો ના કરી સકી તો ??? આપણે સૌ જાણીએ જ છીએ.. બસ મેં કઈ ના કહ્યું મારા પપ્પાને .. પણ મારા પપ્પા ને આ રીતે એમનું સામેથી મંગાવું ના ગમ્યું અને એમને ઘસી ને ના પડી દીધી લકી આપવા ની... પછી તો પૂછવુંજ શુ... શરૂ થઇ ગયો કમ્પ્લેઇન્ટ કરવાનો દોર મારી ઉપર ... તમારી દીકરી ક્યારે પણ હસી ને વાત નથી કરતી.. જમવાનું બનાવવા માં પણ એને વાંધો છે.. જયારે હોય ત્યારે થાકેલી થાકેલી રહે છે... કઈ સીખવાડ્યુંજ નથી તમે તમારી દીકરી ને... બસ... આટલુંજ ? આટલા માટે શુ ઘરે છોડી પિયર બેસાય ? ના દીકરી છે સહન કરવું પડે... વહુ છે એ ઘરની... લોકો ના વન માંગ્યા સલાહ સૂચનો શરૂ... પણ મારા પપ્પા ના માનીયા... અને મારા પતિ ને મોબાઇલ્ માંથી મને મેસેજ્ આવ્યો... લકી ના આપવી હોય તો ઘરે જ રહે જે .................... શુ ? સાચે જ ?   મારી કિંમત મારા પતિ માટે આટલીજ છે ? શુ એમને મારા માટે કોઈ પ્રેમ નથી ? શુ મારા હોવા ના હોવા થી એમને કોઈ ફર્ક નથી પડતો ? હુ રડુ છુ મારુ મન મારો આત્મા રડે છે.....

હુ રડું છું ખુબ રડું છું એક લકી સામે મારા જીવન ના મૂલ્ય નો કોઈ મોલ નથી મારા પતિ અને મારા સો- કોલ્ડ માતા પિતા... મારા ભગવાન તુલ્ય સાસુ સસરા માટે.. હુ એક દાન માં લીધેલી વસ્તુ છું... જે હવે એમના કઈ કામની નથી કદાચ એટલેજ તો એ મને લઇ જવાની કિંમત માંગે છે એ........ અશ્રુ વહે છે મારા નયન માંથી રાત ભર ... હુ કોણ છું એ પ્રસ્ન્ થાય છે મને આજે... હુ મારા ઘરે  છું .. મારા જન્મ દીધેલ માવતર ના ઘરે... હુ મારા અસ્તિત્વ ને શોધી રહી છું.... લોકોની , આ સમાજની પ્રશ્નાર્થ રીતે જોવાતા મારી તરફ ની દ્રષ્ટિ ને હુ સહી રહી છું.... મારા અસ્તિત્વ પર સવાલ ઉભા થયા છે... મારા ચરિત્ર ઉપર સવાલ ઉભા થયા છે... નાની વાત માં રિસાઈ ને પિયર જઈ બેસી જવાનો આક્ષેપ મુકવા માં આવ્યો છે મારા ઉપર ? અને હું ? હું કોણ છું ? એક સ્ત્રી ? એક ત્યાગતા ?એક દીકરી ? એક ડૉક્ટર ? કે લોકોના હાથ એક ચર્ચા નો વિષય બનેલી કઠપૂતળી ? આમ હું ક્યાં છું ?
વાંક કોનો ? મારો મારા માં બાપ નો ? મારા પતિ નો ? કે મારા  અસ્તિત્વનો ?
જવાબ શોધવો છે આજે મારે.......... કોન આપશે ??

મનની આ વ્યથા છે મારી.... મારા સમજ થી પરે છે મારુ આ અસ્તિત્વ.... હુ ક્યા જઇ વસુ ?

Mrs.Ekta Jani