અણમોલ ખજાનો


"સુવિચારોને જ પરમ મિત્ર બનાવવાથી સત્કર્મોની યાત્રા તેજ ગતિથી આગળ વધે છે.સૌથી પહેલાં તો આપણાંથી કોઈ મુશ્કેલીમાં મુકાય નહીં તે ધ્યાનમાં રાખવાની સાથે સાથે આપણે કોઈની શૈક્ષણિક ઉચ્ચ કારકિર્દી માટે નિમિત્ત બનવાનો પ્રયત્ન પણ કરીએ છીએ..જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપીને યોગ્ય સવલતો સચવાય તે માટે પ્રયત્ન કરીએ છીએ.આ માટે યોગ્ય દાતા કે સ્વયંસેવી સંસ્થાનો સંપર્ક  પણ કરી શકાય.સુવિચારોના   સતત વાંચનથી આપણામાં મદદરૂપ બનવાનો ભાવ જન્મે છે. પરિવારના સત્કર્મોના લીધે,  સંસ્કારોના અણમોલ ખજાના સ્વરૂપે વારસદારોમાં પણ ઉચ્ચ કારકિર્દીની સાથે સાથે સુખશાંતિની અનુભૂતિ કરાવતી કૌટુંબિક એકતાનું પણ નિર્માણ  થાય છે.(કલેશ કે ઝગડાં શબ્દનો  ઉદભવ પણ થતો નથી.)..."

(નરેન્દ્રભાઈ મોઢ)