પશ્ચાતાપ

શું તમને ક્યારેય પશ્ચાતાપ થયો છે ખરો?




       જો તમારો જવાબ "હા" હોય તો તમે ખરેખર મનુષ્ય છો ?
       જીવનમાં આપણે ક્યારેક થોડી ક્ષણો માટે ભૂલ કરી બેસીએ છીએ અને પછી આપણે એ બાબતનો પસ્તાવો કરવાનો વારો આવે છે. તેનું કારણ છે જે તે સમયે વિચાર્યા વિના કે પરિણામનો વિચાર કર્યા વગર આપણે પ્રતિક્રિયા આપી દઈએ છીએ.
        આપણે આપણી જાતને એક પ્રશ્ન કરવાનો છે અને એ પણ આપણા દ્રદય પર હાથ રાખીને અને સ્વયંની ભીતર ડોકિયું કરીને કે "શું હું ક્યારેય ન બોલવાનું કે ન કરવાનું કારી બેશું છું?"
      જો તમારો જવાબ હા હોય તો દુઃખી થવાની જરૂર નથી કારણ કે મોટા ભાગના લોકોની આ સમસ્યા હોય છે. આપણે બધા એક સમાન સમસ્યાથી પીડાતા હોઈએ છીએ કે જે તે સમયે જે કરવાનું હોય તે નથી કરી શકતા અને પછી અફસોસ કરીએ છીએ.
      ઘણી વ્યક્તિઓ કોઈની વાત સાંભળે ન સાંભળે ત્યાં પોતાની વાત કરવામાં ઉસ્તાદ હોય છે. આવા લોકો સામેની વ્યક્તિની લાગણી કે દૃષ્ટિકોણનો વિચાર નથી કરતા.
       થોડીક સેકન્ડ આપણે વિચાર કરીએ અને પછી પ્રતિભાવ આપીએ તો ઘણી સમસ્યાઓ નો હલ થઈ જાય છે. પણ થોડી સેકન્ડ કેવી રીતે વિચારવું ?
      પરમાત્માએ આપણને એક અદભુત શક્તિ આપી છે અને તે છે વિવેક. દરેક સમયે આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ તેની સમજ આપણને આપી છે.આમ સમજી વિચારીને કોઈ પણ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય.