એક અરસા પછી આજ કલમ લીધી છે
જેના વિશે લખુ, વગર એના જિંદગી અધૂરી છે
માં તારા વિશે કહું, તું તો મારી અંદર વસે છે
તે તો મારી વાતને આંખોમાં વાંચીને સમજી છે .
ખબર હવે તું ઘર માં નથી પણ
તું તો દિલ માં રહી છે
તારા આભાસે વિશ્વાસ ,હિંમત મળતી રહી છે
તું તો મારા જીવન ની દોર છે
મારા શબ્દો માં તારો સ્નેહ, આદર છલકે છે
તું તો મારા અંતરમાં રહે છે
મારા કર્મમાં તારા સંસ્કાર દીપે છે
તું નથી પણ તું હજુ મારા માં જીવે છે
તારી અબોલ વાણી હજુ ઘર માં ગુંજે છે...
જ્યાં પણ જાઉં ને સાદ મને હજુ સાંભળે છે
તારા હાથ ની રોટલી નો સ્વાદ હજુ જીભ ભૂલી નથી ...
માં તું મારામાં હજુ જીવે છે
: ભૂમિકા