સંબંધ અને સમજ

કોઈની સાથે લગ્ન કરીને આખી રાત નિવસ્ત્ર  રહીને શરીર સુખ માણવું એ જિંદગી ની મજા હોય તો અત્યાર સૌથી સુખી કોઠા વાળી હોત"

કોઈએ સાચું જ કહ્યું છે પ્રેમ ની જગ્યા આજ કાલ હવસે લઈ લીધી છે ..
અને આ તદ્દન વાત સત્ય જ છે ..
કોઈ હવસ ને પૂરું કરવા કેટલી હદે જઇ શકે એ આજ કાલ કોઈને કઈ કહેવાની જરૂર નથી રહી રોજબરોજ ના કિસ્સા આપડે સાંભળતા જ હોઈએ છે,
એમાં નો એક કિસ્સો કહું ..
લગ્ન કરી ને પત્ની રાખતો પતિ બહાર જઈને હવસ માટે થઈને ખોટા ખોટા પ્રેમ ના નાટક કરે છોકરી ને ફસાવે લગ્ન કર્યા હોય તોયે કહે કુંવારો છું અને ભોળી છોકરી પૂછે કઈક તો પત્ની ને બહેન બનાવવા પણ તૈયાર થઈ જાય ..
છેલ્લે છોકરી ને બધી ખબર પડે એટલે એને છોડી ને બીજીને પોતાની જાળ માં ફસાવે..

આજકાલ ઘણી જગ્યા એ જોવા મળે છે છોકરાં નાં બાપ પણ જયાં ત્યાં લાળ ટપકાવતાં ફરે છે
શુ પોતાના બાળકો ને આજ સંસ્કાર આપવાના હશે?
પ્રેમ નો અર્થ હમણાં પલંગ જ થઈ ગયો છે,
વાત આવીને ત્યાં જ અટકી જાય છે એટ્લે જ કહેવા માગું છું કે શુ તમે જે વ્યક્તિ ને પ્રેમ કરો એને ઓળખો છો?
થોડા મહિના નાં પ્રેમ મા તમારી જાત કઇ રીતે કોઈને સોંપી શકો?
જો આમ કરતાં હોય તો તમારા મા સમજણ નો અભાવ જ કહેવાય....
હમણાં થોડા સમય પહેલા ની જ વાત છે એક બે નહીં પણ આખું એક ગ્રુપ છોકરીઓ નાં માટે એટલું ખરાબ બોલે છે તો એમને રોકવાની જગ્યા એ ઘણી છોકરીઓ જ સાથ આપતી હતી
જો આમ જ ચાલતું રહેશે તો
"એક સ્ત્રી જ સ્ત્રી ને સમજે" એ વાત ખોટી પડશે..
જો આમ દરેક જગ્યા એ કોઈ સાથ આપે તો જ ખોટા કામ થયાં કરે બાકી કોઈની તાકાત નથી કે એક સ્ત્રી ની સામે નજર ઉઠાવી ને જોવે.
હંમેશા ખોટી બાબત નો વિરોધ કરો , ભલે એકલા હોય
ક્યારેક તો કોઈ સાથ આપશે જ...
સ્ત્રી એ કોઈ રમત ની વસ્તુ નથી કે કોઈ જે મન ફાવે એવું વિચારીને  એનો ઉપયોગ કરે એતો એક સર્જનહાર છે..
#ભૂમિકા