પહેલી મુલાકાત

જરા વિચાર ને એ પહેલી મુલાકાત જ્યારે માણીશું..
જયારે હું અને તું પ્રથમ વાર મળીશું
ત્યારે પ્રેમનું ગણિત છે એનાથી વધારે ગણીશુ

જયારે આપણે બે એક બીજાને પહેલીવાર જોઈશું ત્યારે...
તારી બે અને મારી બે એમ ચાર આંખ નું  મૈત્રક રચાયુ હશે

ત્યાર બાદ ઝીણાં સ્મિત ની આપ લે કરીને
તારા અને મારા હાસ્ય પરસ્પર દિલમાં  દિવા કરશે

તારા બે હાથ અને મારા બે હાથનો મેળાપ થશે ત્યારે..
વીસ આંગળીઓએ આપણો જય કાર કર્યો હશે એવું થશે

અને જયારે આપણે બે એકએકબીજાની આગોશમાં સમાઇશું
ત્યારે રુંવાટાઓએ ઉભા થઈ ને આપણાં શુધ્ધ પવિત્ર પ્રેમને સન્માનિત કરશે

અને જાણે આપણી આજુબાજુ માં જે પણ હશે
એ બધા શુભેચ્છાની પુષ્પ વર્ષા કરશે
આપણા પવિત્ર પ્રેમ માટે જે તને યાદ રહેશે...
#ભૂમિકા