દિલ નાં અમીર ભિક્ષુક..

નાંનકડા શહેરમાં એક 40 એક વર્ષ ના વ્યક્તિ રહેતા હતા ..
બધા સામાન્ય લોકો ની જેમ અને મધ્યમ વર્ગીય જીવન જીવતા હતા ..
એ વ્યક્તિ ને 2 છોકરા હતા .. છોકરા મોટા થયા ને એના વિદેશ ચાલ્યા ગયા ..
એ વ્યક્તિ ને એમ કે હવે મારા સારા દિવસો આવશે અને હું શાંતિથી મારુ બાકી નું જીવન ગુજારીશ પણ થયું એવું કે છોકરાઓ વિદેશ જઈને એના બાપ ને ભૂલી ગયા, ના કોઈ સંદેશ કે ના કોઈ સમાચાર ,વર્ષો વીત્યા છતાં કોઈ જ ખબર નહિ ..
ત્યાર બાદ એ છોકરાના બાપ નું અકસ્માત થયું અને એ વ્યક્તિને બન્ને પગ ગુમાવ્યા પડ્યા છોકરાને સંદેશો પહોચાડવા માટે કોઈ રસ્તો કે વ્યક્તિ ન હતું ..
અત્યાર સુધી તો એ વ્યક્તિ પોતાનું ગુજરાન મહેનત કરી ને ચલાવી લેતો હતો પણ હવે એ શું કરશે બન્ને પગ જ ન રહ્યા અને ઉંમર પણ વધારે થઈ ગઈ હતી , વધારે પરિશ્રમ થાય એવું પણ ન હતું ..
પણ એ માણસનું મન ખૂબ મક્કમ હતું એને પોતાની જિંદગી ને આમ સાવ ખુરશી માં બેસી ને વિતાવવી ન હતી એને કઈક કરવુ હતું ..
અચાનક એક દિવસ એમને વિચાર આવ્યો કે હું કઈ કરું કે ના કરું ભીખ તો માંગી શકું ને , એમને હાથ વડે ચાલતી સાયકલ પર બેસી ને મંદિર ની બહાર ને જ્યાં જાહેર સ્થળ હોય ત્યાં ભીખ માંગવાનું ચાલુ કર્યું અને પૈસા પણ મળતા અને સાથે સાથે બે વખતનું જમવાનું, ક્યારેક કપડાં કોઈના જુના મળી જતા .. આમ કરતા કરતા એ માણસ પોતાના દિવસો વિતાવતા ..
પછી એક દિવસ એને વિચાર આવ્યો કે હું ભીખ માંગી માંગી ને ઘણા પૈસા ભેગા કર્યા છે અને મારું તો આ દુનિયામાં માં પણ કોઈ નથી તો આ બધા પૈસાનું કરીશ શુ.??
 મારે તો મારું ગુજરાન પણ ચાલે છે ને  પછી એમને અચાનક વિચાર આવ્યો અને બીજા જ દિવસે એ એક સરકારી કન્યા શાળામાં  ગયા અને વિગતવાર વાત કરી અને એ બધા ભીખ માંગી ને ભેગા કરેલા એને ત્યાં ભણતી ગરીબ બાળાઓ માટે પુસ્તક ,બેગ, અને ભણતર ની જરૂરિયાત વળી વસ્તુ લાવી ને આપી , આમ એમને વધારે ખુશી થઈ હવે એ માણસ જેટલી વાર ભીખ ના પૈસા ભેગા થાય એ આમ જ છોકરીઓ ને દાન કરે છે ખૂદ મોજ શોખ નથી કરતા પણ બીજાને આનંદ અપાવે છે.. એમનું આ કામ જોઈને લોકો હવે ભીખ ના પણ માગે છતાં લોકો આપે છે અને એ આમજ લોકો ને મદદ કરે
છેલ્લે એટલું સમજો છોકરાનો મોહ ના રાખો ..
તમે તમારા છોકરા માટે બધું કરી શકો પણ તમારા સંતાન તમને ના પણ રાખે અને બીજું તમારે કોઈની મદદ કરવી જ છે તો તમે કોઈ પણ પ્રકારે કરી શકો એના માટે દિલ અમીર હોવું જોઈએ ..
#ભૂમિકા