પતંગિયું અને ફૂલ



સાચવી શકાય તો સાચવી રાખજો;
સાંભળ્યું છે પતંગિયું ઓછું જીવે છે'

રોકી શકાય તો રોકી રાખજો;
એના રંગો ખૂબ કાચા હોય છે,

ફૂલ બન્યા છો તો રસ પીવડાવી રાખજો;
બસ એ પ્રેમ રસ નું તરશ્યુ હોય છે,

જ્યારે જયારે દિલ થશે ત્યારે;
 એ તમને આવી ને ફુલને ચૂમી જશે,

એની ચૂમી ને પ્રેમ થી સ્વીકારી રાખજો;
ડંખ સમજીને ક્યાંક ફૂલ બીડાઈ જશે,

એ પણ એટલો પ્રેમ કરે છે એના ફૂલ ને;
 જેટલો ફૂલ કરતા હોય એની મહેક ને.
#ભૂમિકા