સમસ્યા નો હલ - સૌની સલાહ

એક મધ્યમ કક્ષા નું ઘર હોય છે ..એ ઘરમાંએક નાનો છોકરો હોય છે ઘરનો છોકરો છે એટલે ઘરના લોકોની આશા વધારે હતી છોકરા પર એટલે એના ઘરના એવું ઈચ્છે કે એ એવા કામ કરે કે જે કામ કરે એમાં એ success થાય allrounder બને પણ એવું થતું નથી તે હંમેશા હારી જ જાય છે ..
આ બધું ઘરના ને અને છોકરાના પપ્પા ને તો બિલકુલ સહન નથી થતું .. પરિણામે છોકરી માને પણ ખોટું સહન કરવું પડતું હતું.
પછી ઘરના બધા ટોર્ચર કરતા હોય છે એને હારેલો ગણાવતા હોય છે .. કઈક કારણ લીધે એના પાપા મરી જાય છે ઘર ના બધા એની ઉપર જ આરોપ મુકે કે છોકરાના નસીબ ખરાબ છે તો એના પાપા મરી ગયા ..
આમ જ ઘરમાં કઈ પણ થાય જવાબદાર એ નાના છોકરાં ને જ કહેતા હતા પછી એને સમજ આવી એટલે એને બધા ની સાથે બોલવાનું ઓછું કર્યું અને પરિણામે જીભ એની અચકાવા લાગી એના અવાજ માંથી આત્મવિશ્વાસ જ જતો રહ્યો એની ખુદ ને આગળ આવવું હતું પણ આટલા બધા ઘરના લોકોના આરોપ ના લીધે એ આગળ ન આવી શકયો વારે ને વારે બધા એને જ રોક ટોક કરે એને ઇગ્નોર કરે મારે પણ ..ખાવા પણ સરખું ના મળે કપડાં ને ચપ્પલ તો લોકો ના જ આપેલા પહેરવા નો વારો હતો ઘરે થી બધું બંધ ..
 એને કોઈ મિત્ર નહીં એનું બાળપણ પણ આમ જ વીત્યું એ મોટો થયો જવાબદારી ની બધી જ સમજ હતી ..
એને ખુદ માટે ને ક્યાંય ને ક્યાંય ઘર માટે એને મજૂરી કરવાનું ચાલુ કર્યું પૈસા માટે એ ગમે તે મહેનત કરતો અને એ પૈસા થી ભણતો સાથે સાથે ખૂબ જ પુસ્તક વાંચતો જ્યાંથી મળે ત્યાંથી બસ એના જીવન માં મોજ શોખ ની ઉંમર માં વાંચવાનું ને મજૂરી કરવાનું એવું જ થયું ..
આવું જ ચાલતું હતું ને એના ઘરમાં ખૂબ મોટી મુસીબત આવી એને ઘરમાં તકલીફ ને લીધે ઘરના લોકો સાથે વાતચીત ને સમસ્યા નો હલ મળે એ માટે વાત કરવા મથે પણ બધા એને અવગણી નાખે ..
પણ એના માં પુસ્તકો વાંચી ને એટલી સમજ આવી ગઈ હતી કે દરેક પરિસ્થિતિ માં કઈ રીતે રસ્તો શોધવો અને કોઈને નુકસાન ન થાય એવી રીતે કામ માં આવું એ તરત જાણી જતો હતો, એ લોકોનું મન શુ વિચારે છે ,અને કોણ કેટલું સાચું બોલે છે અને એટલી સમજ હતી કે એના એક વાક્ય પછી સામે વાળી વ્યક્તિ શુ વિચાશે એ પણ ખબર પડતી હતી ..
હવે થયું એવું કે બધા ઘરનાએ આવેલી મુસીબત થી હાર માની લીધી અને બધા ખોટો રસ્તો પસંદ કરતાં હતાં ..
જે આ છોકરાથી ન જોવાયું અને એને બધા ને સમજાવવા કોશિશ કરી પણ બધા એની વાત સાંભળે એ પેલા જ એને બોલતો બંધ કરી દીધો ..
ઘરના બીજા બધા જોડે થી ઉપાય શોધતા હતા પણ બધા સ્વાર્થ ખાતર બીજા ને નુકસાન કરવા તૈયાર હતા, આવું ક્યાંય સુધી ચાલતું રહ્યું છેવટે ઘરના લોકો ખોટો નર્ણય લઈને આગળ વધતા હતા ત્યારે છોકરાની માં બોલી કે એક વાર તો મારા છોકરાની વાત સાંભળી લ્યો અત્યાર સુધી નથી સાંભળી પણ આજે હું કહું છું કે કદાચ એ આ ઘર માટે ખોટું નહિ કરે ..
અને શરત મૂકી કે જો એ કઈ પણ ખોટું કરશે તો મા અને એનો દીકરો બંને ઘરની બહાર નીકળી જશે ..
પછી એ છોકરો બોલી નથી શકતો કારણ કે એ બધા ની પહેલાથી  ડરેલો હતો અને અવાજ પણ એનો સાથ ન આપ્યો ત્યારે એને લખીને પોતાની વાત બધા સામે રજૂ કરી ..
છેલ્લે થયું એવું કે એની વાત બધા ને ગમી અને એના કહ્યા મુજબ બધા નિયમ બન્યા ને અમલ માં આવ્યા ..
નુકશાન થયું પણ ઘર ની ઈજ્જત બચી ગઈ ..
સ્ટોરી છેલ્લે એવું જ કહે છે કે દરેક વ્યક્તિ નામાં કઈ ને કઈ સારી બાબતો હોય છે ભલે દુનિયા ના જીતાય પણ ઘરના લોકો ના દિલ જીતીને દુનિયા જેટલું સુખ મેળવાય એને આજ થયું કે દુનિયા કરતા ઘણું એને જીતી લીધું ...


"હંમેશા દરેક ની વાત સાંભળવાનો આગ્રહ રાખવો જોઈએ,
સમસ્યા નો હલ ગમે ત્યાં મળી શકે છે"
#ભૂમિકા