આગોશ ભરી છે - 2


આજ સુધી મારા માટે ગર્વ કર્યો છે
આજ મને તમારો ગર્વ કરવા દો 
મારામાં સાચે હું બચી નથી 
મને તમારા ખોળામાં સુવાડો 
દિલમાં કિંચિત ઉદાસી ભરી છે 
આવો મારા વ્હાલા વ્હાલમ 
તમને સમાવી આગોશ ભરી છે..

તમને હું ના મળ્યાનો ગમ છે 
આ ગમને હું કેમ ભુલાવું 
તારું વ્યર્થ વહેલું જીવન તું કહે, 
ત્યાંથી હું શોધી લાવું 
કેમ હજુયે વેદનાઓ હૈયે ભરી છે 
આવો મારા વ્હાલા વ્હાલમ 
તમને સમાવી આગોશ ભરી છે...
#ભૂમિકા