રિસામણું

વિરહની વેદનામાં છેલ્લો સવાલ હતો..
"તારું સેનું રિસામણું" બસ આ જ સવાલ હતો..

બસ તારે મનાવવુ એજ મારું હરખાવું
સમય વગર તારી સાથે કેમ ગીત મમરાવવા ..?

લહેરો દરિયાથી નથી રિસતી,
પણ, લહેનની સાથે દરિયો જ લહેરાય..

વાદળ ને વીજળી ભલે એક જ દેખાય
પણ વાદળ સૌના વાહલા ને વીજળી બીવી જાય..

ફુલથી ભલે ન રિસે ખુશ્બુ,
પણ મુરજાય ફૂલ ત્યારે મહેક ને દૂર દેખાય..

રાત વગર જુગનું ના દીસે
અધૂરી રાતો કેમની તારા વગર મારી વીતે..

જીવ કપાયો તારો ને સાથે મારો ..
આમ જ રિસાવાનો હવે તારો કેમ વારો..

"આમ તો બધું જ છેલ્લે ફના થઈ જવાનું
તારે ને મારે ક્યાં અહીં કાયમ રહી જવાનું"

હવે છેલ્લે હું પણ એમજ પૂછું ..

તારું સેનું રિસામણું ને મારુ કેમનું  મનાવવું ..
જો ખરેખર આમ જ છેલ્લે ફના થઈ જવાનું..
#ભૂમિકા