આજ હોળી


લાવો ગુલાલ આજ રમવી છે હોળી
રંગુ હૈયુંને ,રંગાઉં સાજન સંગ થોડી

પહેલી હોળી મારા સાજન સાથની
લાવો કેસુડો , પહેરી વસંતે ચોળી

ખીલ્યા મોહર મારે અંગ અંગ માં
રંગાઉ આજ તુજ રંગમાં બની ભોળી

વગાડો ઢોલ મારા વાહલા વાલમ માટે
આવી રમવા મારા ભેરુઓ ની ટોળી

લગાવું ગુલાલ લલાટે આજ તમારા
ભરી  અંતર મનમાં  રંગોની ઝોળી
#ભૂમિકા