લાગી અગન

આ જીવનો કોઈ આરો નથી રહ્યો ,
ને જીદગીનો કોઇ મલાજો નથી રહ્યો..

બસ ,પ્રેમ હવે  ખાલી વાતમાં કરે છે
તું પણ મારો કોઈ થનારો નથી રહ્યો..

 ઇમારતો ચણી પ્રેમના પાયાની ઘણી
દિલથી, પણ સ્નેહનો મિનારો નથી રહ્યો..

ફૂલોની સુવાસ માણવા સરનામું ક્યાં શોધવું
તારો પણ હવે મારામાં નજારો નથી રહ્યો .

 આગ લગાવી ભીતર ને કોઈ ધુમાડો નથી
સળગી રહી છું તોય બળવાનો સહારો નથી રહ્યો

આવીશ  ફરી ત્યાં મરણના સંદેશ આપવા ,
લાગી અગન અને "ભૂમિકા' ઠરી, ત્યારે
તું હવે બિચારો નથી રહ્યો..
#ભૂમિકા

#ભૂમિકા