ફરી આવી ખંડેરાઈ છું

કેવી તારા દિલની ઉલજન છે..
તારે કહેવું છે ઘણું ને મન મૌન છે..
હૈયું ઉભરાયું છે વાતોથી ,
તારા ડરનું વ્યસ્તતા જેવું નામ છે..

કઈ કેટલી વાતો અપુર્ણ  છે..
શુ સાચે તારો પ્રેમ કમજોર છે ?
ક્યાં બંધાયો છે તું ..
શુ એટલો પણ ના કહેવા મજબુર છે?

ભૂલ હતી એ આંખો ની જેને જોઈ ને પ્રેમ માં પડી ગયો..?
ભુલ હતી એ વાતો ની જે સાંભળી ને સરી ગયો..?
કે...
ખૂટી ગયું મારા માં જે તને ના મળી શકાયું.
ચાલ્યા ગયા'તા દૂર પાછું તારાથી ના વાળી શકાયું..

ફરી આવી ને એટલી જ ખંડેરાઈ છું ..
જેટલી દૂર જઇને તારાથી વિખરાઈ છું ..

ડર લાગે છે હજુ પણ એ ભેદભાવ માં ..
ક્યાં તું ચાલ્યો મૂકી ને સમયના અભાવ માં..
#ભૂમિકા