વાત છે તારીખ 17-7-17 ના રોજ હું પોસ્ટ કરવા માટે ગયો હતો વધારે લાઇન હતી છતાં હું ત્યાં ઊભો રહ્યો થોડી વાર પછી એક માજી આવ્યા આસરે 60-65 વર્ષ ની ઉમર હશે થોડી વાર બધાની સામે જોઈ રહ્યા પછે મે પુછ્યું શું થયું ?
તો બોલ્યા મારે પૈસા ઉપાડવા છે ફોર્મ ભરી આપશો ? મે કહ્યું હા કેમ નહી.
થોડા સમય બાદ હવે 2 જ વ્યક્તિ હતા પછી તે મને પૂછવા લાગ્યા 11 વાગી ગયા કે શું ?
મે કહ્યું બસ 5 મીનીટ બાકી છે .
તો થોડું જોઈ રહ્યા પછે તેમણે ચક્કર આવતા હોય એવું લાગ્યું તો મે કહ્યું તમે બેસી જાવ હું લઈ આપું પૈસા તો બોલ્યા , બેટા આ તો દાદા ને આંખ નું ઓપરેશન કરાવ્યુ તો દવા આપીને દવાખાને લઈ જવાના છે અને ઘરે કોઈ નથી અને પૈસા લઈશ પછી જ જવાશે.
મે કહ્યું કેટલા જોઈએ છે ? હું આપું.
તો કહે ના મારે આ ઉપાડી લઇસ તો ચાલશે,
મે કહ્યું તમે પહેલા લઈ લો વાંધો નઇ ,
તો મને જવાબ મળ્યો તમારે મોડુ નથી થતું ,
મે કહ્યું આમ તો સમય થઈ ગયો પણ તમે પૈસા લઈને દાદા ને દવાખાને લઈ જાવ, વાંધો નઇ આજે મોડા જઈશ.
પછી મે કહ્યું લાવો હું લઈ આપું , અને પૈસા ઉપાડી આપ્યા
અને છેલ્લે જતાં જતાં આખ માં આંશું સાથે બોલ્યા “જો મારો છોકરો તમારા જેવો હોત તો કેટલું સારું હોત હું આમ રોજ લાઇન માં ના ઊભી રહેત એ લગ્ન કરીને અમને છોડી ને જતો રહ્યો કઈ ખબર પૂછવા પણ નથી આવતો , અને હા ભગવાન તમારી બધી જ ઇચ્છા પૂરી કરે, “
બીજી એક વાત તમારા માતા-પિતા એ તમને આમ બાળપણ માં મૂકી દીધા હોત તો...
આપણે જીવતાં રહેવાનીવધારે પડતી ચિંતા કરીએ છીએ,પરંતુ શા માટે જીવવુંતેની ચિંતા બહુ ઓછી કરીએ છીએ...
માટે મહેરબાની કરીને આવું તો ના કરો .
વિચારજો ....