સબંધો .....



આવું લખવા જાઉં તો હજુ બહુ લાબું લખાય....

 
બસ એટલું જ કહીસ કે જ્યાં લાગી આવે છે.. 
ત્યાં જ બધું લાગેલું હોય છે.. 
કેમ કે એજ સંબંધ લાગણી નો છે જ્યાં લાગી આવે છે..
નઇ તો દુનિયા માં એવા કેટલાય સંબધો છે જેના થી આપડે કોઈ દિવસ લાગી નથી આવતું.. કેમ કે આપડા ને કોઈ મતલબ જ નથી હોતો એમના થી.. 
એટલે નથી લાગી આવતું.. 
પણ જ્યાં એક બીજા ની અહેમિયત છે.. ત્યાં જ આ બધું શક્ય છે.. 
અને આ બધું શક્ય છે 
તો જ સંબંધ માં સુગંધ છે, પરવાહ છે, લાગણી છે, પ્રેમ છે.. અહેસાસ છે.. નહિતો કસું જ નથી...
લોકો તો ભગવાનનું પણ ક્યાં સારું બોલે છે ?
દરેક માણસે ક્યારેક તો એવું કહ્યું જ હોય છે કે, ભગવાન પણ મારી સામે નથી જોતો ! ભગવાન જેવું કંઈ છે જ નહીં...
માણસ જો ભગવાનને પણ ન છોડતો હોય તો માણસને ક્યાંથી છોડવાનો ?
બદદુઆ આપવાથી બદદુઆ લાગી જતી નથી. 
બદદુઆ લાગતી હોત તો 
ક્યારનુંય કેટલું બધું ખતમ થઈ ગયું હોત !
હા, કોઈનું દિલ ન દુભાય તેનું ધ્યાન રાખવાનું હોય છે.
આપણે કહીએ છીએ કે, કોઈની 'હાય' લાગે છે 
પણ જાણી જોઈને કોઈના દિલને ઠેસ ન પહોંચાડો તો 
તમારે કોઈ બદદુઆથી ડરવાની જરૂર નથી.

ક્યારેક એવું થઈ જાય તો ખરા દિલથી સોરી કહી દો.
સામેના માણસની તો ખબર નહીં, પણ તમને તો હળવાશ લાગશે જ...
(Date: 19-01-2016)